તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમાલ:ધારી-ઉના રૂટની એસટી બસમાં એક પેસેન્જરે કંડકટર સાથે બોલાચાલી બાદ ધમાલ મચાવી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

અમરેલી2 મહિનો પહેલા

અમરેલી જિલ્લાની ધારી ડેપોની બસમાં પેસેન્જર અને કંડકટર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસ ધારીથી ઉના જતી વખતે ગામડા નો કોઈ પેસેન્જર સાથે કંડકટર સાથે બોલાચાલી થાય છે અને આ પેસેન્જર ધારી ડેપોથી બસમા બેઠો હતો અને રસ્તામાં બસમાં બોલાચાલી વધી જતા કંડકટર દ્વારા જસાધાર નજીક તેને નીચે ઉતારી દેવામા આવે છે. ત્યાર બાદ મામલો ઉગ્ર બને છે પેસેન્જર દ્વારા પથ્થર પણ ઘા કરે છે અને ભારે દેકારો બસ મા મચાવ્યો હતો.

અન્ય પેસેન્જર દ્વારા સમજાવટનો પ્રયાસ કરાય છે પરંતુ આ યુવાન પેસેન્જર ઉગ્ર બે ફામ બની ગાળો પણ આપી રહ્યો છે જ્યારે જેના કારણે અન્ય બસ મા સવાર મુસાફરોમા પણ આ પેસેન્જર સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. પરંતુ આટલી મોટી ગંભીર ઘટના બની છતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. જ્યારે સૂત્રો પાસથી મળતી માહિતી પ્રમાણે આ પેસેન્જર ધારી વિસ્તારનો હોવાનુ જાણવા મળી રહ્યું છે પરંતુ એસ.ટી વિભાગ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી કરાય નથી અને આ ઘટના ગત સોમવારે બની હતી અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા જ્યારે આ પેસેન્જરને પણ ઇજાના દ્રશ્યો સામે આવ્યા છે.

ધારીથી બસમા બેઠો અને જસાધાર નજીક ઉતારી દેવાયો
એસ.ટી.વિભાગ ના સૂત્રો પાસે થી મળતી વિગત પ્રમાણે હોબાળો મચાવનાર પેસેન્જર ધારી થી એસ ટી બસ માં આવ્યો હતો અને રસ્તા વચ્ચે માથાકૂટ બોલાચાલી વધી જતા જસાધાર ધોકડવા ગામ નજીક આ પેસેન્જર ને ઉતારી દેવાયો અને ત્યાર બાદ ધમાલ ઉગ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો