• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Newborn Baby Girl Was Found Abandoned From A Barbed Wire Fence In Shakhpur Village Of Lathi And Was Shifted For Treatment.

બાળકીને તરછોડનાર કોણ?:લાઠીના શાખપુર ગામમાં કાંટાની વાડમાંથી તરછોડાયેલી નવજાત બાળકી મળી આવી, સારવાર માટે ખસેડવામા આવી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીની માતાની શોધખોળ માટે અમરેલી પોલીસે તપાસ શરૂ કરી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામ પાસે કાંટાની વાડમાંથી તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી છે. રાત્રિના સમયે બાળકી તરછોડી દેવાયેલી હાલતમાં પડી હોવાની જાણ થતા પોલીસે બાળકીને કબજો લઈ સિવિલમાં સારવાર માટે ખસેડી છે. સાથે બાળકીને જન્મ આપી તરછોડી દેનાર નિષ્ઠુર માતાની પણ શોધખોળ શરૂ કરી છે.

અમરેલીના લાઠી તાલુકાના શાખપુર ગામ પાસે રસ્તાની બાજુમાં કાંટાની વાડમાં અજાણી માતા દ્વારા બાળકીને તરછોડી દેવામા આવી હતી. શરદપૂનમની રાત હોવાથી મોડી રાત સુધી લોકોની અવરજવર હતી. રાત્રિના સમયે લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળથા પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બાળકીને કબજો લઈ અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડવામા આવી છે.

અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી તરછોડી દીધી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીની માતાની શોધ શરૂ કરી છે. અમરેલી LCB,SOG સહિતના પોલીસ સ્ટાફે લીલીયા અને લાઠી વિસ્તારમાં બાળકીની માતાની શોધખોળ આદરી છે. પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરવામા આવી છે. આ વિસ્તારમાં કેટલી મહિલાઓ ગર્ભવતી હતી અને કેટલી મહિલાઓની ડિલિવરી કરવામા આવી છે તેની વિગતો મેળવવામા આવી રહી છે.

શિવાંશની ઘટના બાદ પોલીસ એલર્ટ બની
​​​​​​​
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલા શિવાંશ નામના બાળકની ઘટનાની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા. આ ઘટના બાદ અમરેલી પોલીસ પણ સતર્ક છે.

અન્ય સમાચારો પણ છે...