અકસ્માત:ગઢડા સ્વામીનારાયણ મંદિરે પગપાળા દર્શને જઇ રહેલા આધેડનું વાહન હડફેટે મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયાે : લાશને પીઅેમ માટે દવાખાને ખસેડાઇ

લાઠી તાલુકાના નવાગામમા રહેતા અેક અાધેડ પુનમ હાેવાથી ગઢડા સ્વામીનારાયણ મંદિર દર્શન કરવા માટે પગપાળા જઇ રહ્યાં હતા ત્યારે દામનગર ઢસા રાેડ પર અેક અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ માેત નિપજયું હતુ.નવાગામમા રહેતા બાલાભાઇ અાેઘાભાઇ ગઢીયા નામના અાધેડ પુનમ હાેવાથી સવારના સુમારે પગપાળા ગઢડા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યાં હતા. ત્યારે દામનગર ઢસા રાેડ પર માતંગી મીલની અાગળ કાેઇ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચી હતી.

જેને પગલે તેમનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. ઘટનાની જાણ થતા લાેકાે અહી દાેડી ગયા હતા અને મૃતક અાધેડની લાશને પાેસ્ટમાેર્ટમ માટે દામનગર દવાખાને ખસેડવામા અાવી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયાે હતાે. અા બારામા મૃતક યુવકના ભાઇ વલ્લભભાઇ અાેઘાભાઇ ગઢીયાઅે દામનગર પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવ અંગે પાેલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...