લીલીયા તાલુકાના ભેંસવડી નજીક ટ્રેન હડફેટે પરપ્રાંતિય આધેડ મજુરનુ મોત થયુ હતુ. જયારે મોટી કુંકાવાવમા વિજશોક લાગતા યુવકનુ મોત નિપજયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આધેડનુ ટ્રેન હડફેટે મોત થયાની આ ઘટના લીલીયા તાલુકાના ભેંસવડી નજીક બની હતી.
અહી જયેન્દ્રભાઇ બુટાણીની વાડીએ મજુરી કામ કરતા તુકારામ અમરશી બડોલે (ઉ.વ.50) નામના આધેડનુ કોઇ કારણોસર ટ્રેન હડફેટે મોત નિપજયું હતુ. બનાવ અંગે દસરીબેન બડોલેએ લીલીયા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ સી.બી.ટીલાવત ચલાવી રહ્યાં છે.
જયારે અન્ય એક ઘટનામા મોટી કુંકાવાવમા ડોબરીયા શેરીમા રહેતા અશોકભાઇ પરબતભાઇ ટાઢાણી (ઉ.વ.49) નામના યુવક પોતાની વાડીએ હતો ત્યારે ટીસીમા ડીયો બાંધવા જતા વિજશેાક લાગતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે સંગીતાબેન ટાઢાણીએ વડીયા પોલીસમા જાણ કરી હતી. હેડ કોન્સ્ટેબલ પી.ડી.કલસરીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.