આત્મહત્યા:લાઠીમાં આધેડનો ગાગડીયો નદીમાં ઝંપલાવી આપઘાત

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડલીમાં પિતાએ ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત

લાઠીમા રહેતા એક આધેડ રખડતુ જીવન જીવતા હોય તેમજ પગમા સડો હોય જેના કારણે તેણે ગાગડીયો નદીના પાણીમા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.અહી રહેતા શરદભાઇ ભગવાનભાઇ રાશીયા (ઉ.વ.50) નામના આધેડ પાછલા ઘણા સમયથી રખડતુ ભટકતુ જીવન જીવી રહ્યાં હતા. તેમને જમણા પગમા સડો હોય જેના કારણે તેણે પોતાની મેળે ગાગડીયા નદીમા મેલડીમાના મંદિર પાસે પાણીમા પડી આપઘાત કરી લીધો હતો.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને લોકો અહી દોડી આવ્યા હતા અને મૃતક આધેડની લાશને પાણીમાથી બહાર કાઢી પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વિનુભાઇ રાશીયાએ લાઠી પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીંગ ચલાવી રહ્યાં છે.

બીજી તરફ મુળ મહુવા તાલુકાના દુધેરી અને હાલ રાજુલાના વડલીમા રહેતો રાજુ તેજાભાઇ ડોળાસીયા (ઉ.વ.18) નામનો યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય અને નશાની ટેવવાળો હોય તેના પિતા તેજાભાઇએ તેને ઠપકો આપ્યો હતો. જેથી આ યુવકે ઝેરી દવા પી લીધી હતી.યુવકને સારવાર માટે પ્રથમ મહુવા અને બાદમા વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે તેજાભાઇ ડોળાસીયાએ રાજુલા પોલીસમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...