તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ચાવંડ-ઢસા માર્ગ પર કાર, બાઇક વચ્ચે અકસ્માતમાં આધેડનું માેત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેરડીથી બાઇક લઇને ઢસા જઇ રહ્યાં હતા ત્યારે સર્જાયાે અકસ્માત
  • બનાવ અંગે કાર ચાલક સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

લાઠી તાલુકાના જાનબાઇ દેરડીમા રહેતા અેક અાધેડ પાેતાનુ માેટર સાયકલ લઇ પાછળ અેક વ્યકિતને બેસાડી કામ અર્થે ઢસા તરફ જઇ રહ્યાં હતા ત્યારે કાર ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમનુ માેત નિપજયું હતુ.

કાર અને બાઇક વચ્ચે અકસ્માતની અા ઘટના ચાવંડ ઢસા માર્ગ પર બની હતી. જાનબાઇ દેરડીમા રહેતા ભવાનભાઇ બચુભાઇ જાદવ પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 અેઅેન 0811 લઇને પાછળ પ્રવિણભાઇ મનજીભાઇ પરમારને બેસાડીને કામ અર્થે ઢસા તરફ જઇ રહ્યાં હતા. ત્યારે કાર નંબર જીજે 14 અેપી 7973ના ચાલકે બાઇક સાથે અકસ્માત સર્જયાે હતેા. જેને પગલે ભવાનભાઇને ગંભીર ઇજા પહાેંચી હતી.

તેમને 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે લાઠી દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં ફરજ પરના ડાેકટરે તેને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે રાજુભાઇ પાેપટભાઇ જાદવ કાર ચાલક સામે લાઠી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ અેન.અે.વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...