તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધારીના માેણવેલ ગામ નજીક બાઇક હડફેટે અાધેડનું માેત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી ગયાે

ધારી તાલુકાના ભાડેર ગામે રહેતા અેક અાધેડ પાેતાની સાઇકલ લઇને માેણવેલ જતા માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા તેમનુ માેત નિપજયું હતુ. બાઇક હડફેટે અાધેડના માેતની અા ઘટના ધારીના માેણવેલ તરફના માર્ગ પર બની હતી. ભાડેરમા રહેતા વશરામભાઇ ડાેબરીયા પાેતાની સાઇકલ લઇને કાેઇ કામ સબબ સીમ વિસ્તારમા જઇ રહ્યાં હતા.

તેઅાે માેણવેલ તરફના માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે બાઇક નંબર જીજે 23 5970ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયાે હતેા. જેને પગલે તેમને ગંભીર ઇજા પહાેંચતા 108ની મદદથી બગસરા દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જાે કે તેમનુ માેત નિપજયું હતુ. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી ગયાે હતાે. બનાવ અંગે રામજીભાઇ વશરામભાઇ ડાેબરીયાઅે ધારી પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ વાઘેલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો