ખાંભા તાલુકાના માલકનેસમા પાણીના દારની મોટર ચાલુ કરવા મુદે આધેડને તેના જ સગા ભાઇએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેણે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
આધેડને મારમાર્યાની આ ઘટના ખાંભાના માલકનેસમા બની હતી. અહી રહેતા નકાભાઇ બોઘાભાઇ સોલંકી (ઉ.વ.50) નામના આધેડે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાની વાડીએ હતા ત્યારે બાજુમા તેના નાના ભાઇ ગુણાભાઇની વાડી આવેલી હોય અને પાણીના દારની મોટર તથા કનેકશન સહિયારૂ હોય જેથી તેને વાયર વાડીમાથી ન લેવા જણાવતા ગુણાભાઇએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ નનકુ અને હાર્દિકે પણ મુનાભાઇ અને ગીતાબેનને લાકડી વડે મારમાર્યો હતો અને ધમકી આપી હતી.
જયારે ગુણાભાઇ બોઘાભાઇ સોલંકીએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે નકાભાઇએ તેને કહેલ કે તુ તાંત્રિક વિધી ઘણા સમયથી કરે છે જેથી સમજાવવા જતા નકા સોલંકી તેમજ પ્રકાશ, મીણબાઇબેન અને મુનાએ બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહેાંચાડી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએસઆઇ એસ.કે.બરજોડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.