ધમકી:રાજુલાના મોરંગીમાં રહેતા આધેડ પર પાઇપ વડે હુમલો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં પાકને થયેલ નુકસાની અંગે રજૂઆત કરવા મુદ્દે
  • ગામના જ શખ્સે ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી ધમકી આપી

રાજુલા તાલુકાના મોરંગીમા રહેતા એક આધેડે એક વર્ષ પહેલા વાવાઝોડાના કારણે મકાન અને ખેતીપાકને નુકશાન અંગે સરપંચને રજુઆત કરી હોય તે મુદે મનદુખ રાખી અહી જ રહેતા એક શખ્સે તેના પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આધેડને મારમાર્યાની આ ઘટના રાજુલાના મોરંગીમા બની હતી. અહી રહેતા બાલુભાઇ કરશનભાઇ નકુમ (ઉ.વ.50) નામના આધેડે ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમણે એક વર્ષ પહેલા આવેલા વાવાઝોડાના કારણે મકાન અને ખેતરમા પાકને નુકશાન થયુ હોય તેના વળતર અંગે સરપંચને રજુઆત કરી હતી.

આ વાતનુ મનદુખ રાખી અહી જ રહેતા મનુભાઇ મેંગળ નામના શખ્સે તેની સાથે બોલાચાલી કરી હતી. આ શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે પીએસઆઇ એચ.જી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...