આધેડ ડૂબ્યા:નદીમાં ડૂબતા બાળકને બચાવવા જતાં આધેડ ડૂબ્યા : બંનેના મોત

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઠી તાલુકાના અલીઉદેપુર ગામની ઘટના
  • ઢાળમાં સાયકલ લઇને જતો બાળક નદીમાં ખાબક્યો

લાઠી તાલુકાના અલીઉદેપુર ગામે અાજે ઢાળમા સાયકલ લઇને જતાે અેક બાળક અચાનક નદીમા ખાબકતા તેને બચાવવા ગયેલા અાધેડ પર ડૂબી ગયા હતા. જેના કારણે બંનેનુ માેત થયુ હતુ. ડૂબી જવાથી બે વ્યકિતના માેતની અા ઘટના લાઠી તાલુકાના અલીઉદેપુર ગામે બની હતી.

જાણવા મળતી વિગત મુજબ અહીનાે ધૈર્ય ચિરાગભાઇ રાવલ (ઉ.વ.10) નામનાે બાળક સાયકલ લઇને જતાે હતાે ત્યારે ઢાળમા અચાનક સાયકલ બેકાબુ બનતા તે નદીના પાણીમા ખાબકયાે હતાે. અા દ્રશ્ય જાેઇ ગયેલા ગામના લખુભાઇ કાળુભાઇ ભુતૈયા નામના અાધેડે અા બાળકને બચાવવા માટે પાણીમા ઝંપલાવી દીધુ હતુ.

જાે કે બંનેમાથી અેકેય નદીના પાણીમાથી બહાર અાવી શકયા ન હતા. ડૂબી જવાથી બંનેનુ માેત થયુ હતુ. બાદમા બંનેને પાણીમાથી બહાર કાઢી અમરેલી સિવીલ હાેસ્પિટલમા ખસેડવામા અાવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે બંનેને તપાસી મૃત જાહેર કર્યા હતા. જાે કે બંનેના પરિવારને અા બારામા કાેઇ પાેલીસ કાર્યવાહી કરવી ન હાેય પીઅેમ કરાવ્યા વગર જ બંનેની લાશને પરત લઇ જવાઇ હતી. આમ, આ બનાવને કારણે બંનેના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...