ધારી તાલુકાના દલખાણીયામા રહેતા એક આધેડ ટ્રેકટર લઇ માટીના ફેરા નાખી રહ્યાં હતા ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ખાળીયામા પડી જતા તેનુ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતુ.આધેડના મોતની આ ઘટના ધારીના દલખાણીયામા બની હતી. અહી રહેતા જયસુખભાઇ બાબુભાઇ વાઘેલા (ઉ.વ.57) નામના આધેડ ટ્રેકટર નંબર જીજે 14 એસડી 3039 લઇને ગામની સીમમા આવેલ જગ્યાએથી માટીના ફેરા કરી રહ્યાં હતા. તેઓ માટી ભરીને ટ્રેકટર લઇ આવી રહ્યાં હતા ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેઓ સીટ પરથી નીચે પડી જતા ટ્રેકટરનુ વ્હીલ તેની માથે ફરી વળ્યું હતુ.
જયસુખભાઇને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ધારી સરકારી દવાખાને ખસેડવામા આવ્યા હતા. અહી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતક આધેડના ભાઇ રાજુભાઇ વાઘેલાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.