અકસ્માત:ભેરાઇ નજીક બાઇક ભેંસ સાથે અથડાતા આધેડનું મોત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના ભેરાઇમા રહેતા ભીખાભાઇ કાનાભાઇ ગેડીયા પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 14 એન 3478 લઇને પોતાના ઘરેથી ભેરાઇથી મહુવા ગયા હતા. તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે પીપાવાવ પોર્ટ રોડ પર બલાડ માતાના મંદિર પાસે ખારા વિસ્તાર નજીક પહોંચતા બાઇક ભેંસ સાથે અથડાયુ હતુ. અકસ્માતમા ભીખાભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે હરેશભાઇ ભીખાભાઇ ગેડીયાએ પીપાવાવ મરીન પોલીસ મથકમા જાણ કરી હતી. પીએસઆઇ ડી.બી.મજીઠીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...