આયોજન:આજે અમરેલીમાં 14 સ્થળેથી મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વધુમાં વધુ લોકો મેગા વેક્સિનેશન ડ્રાઇવનો લાભ લે તે જરૂરી
  • તાલુકા હેલ્થ કચેરી દ્વારા 22162 લોકોને રસી આપવાનું આયોજન

અમરેલી જિલ્લામાં આવતીકાલે મેગા વેક્સીનેશન ડ્રાઈવ યોજાશે. જે અંર્તગત અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા શહેરમાં 14 સ્થળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 22162 લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવકુમાર સિંહાની રાહબરી નીચે તાલુકા શાળા, મીનીકસ્બો, ઓમનગર કોમ્યુનીટી હોલ ચિતલ રોડ, બ્રમહેશ્વર મહાદેવ મંદિર બ્રાહ્મણ સોસાયટી, લાઠી રોડ સરસ્વતી સ્કૂલ, હનુમાનપરા પંચમુખી હનુમાન મંદિર, ચક્કરગઢ રોડ ખેડૂત તાલીમ કેન્દ્ર, માણેકપરા ગુરૂકૃપા બાલમંદિર, વેરાઈપા મંદિર નવો ચોરો જેસીંગપરા સહિતના 14 સ્થળે મેગા વેક્સીનેશન ડ્રાઈવ યોજાશે.

બીજી તરફ વાંકીયા, જાળીયા, શેડુભાર, મોટા આંકડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આવતીકાલે લોકોને વેક્સીન અપાશે. તાલુકા હેલ્થ કચેરી દ્વારા એક જ દિવસમાં 22162 લોકોને વેક્સીન આપવાનું આયોજન કરાયું છે. બાકી રહેલા લોકોને વેક્સીન લેવા માટે તાલુકા હેલ્થ કચેરીએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...