તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:અમરેલી જિલ્લાના રેલવે પ્રશ્નાે નિવારવા બેઠક મળી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાેમાસા પહેલા માેટાભાગના પ્રશ્નાેનું નિરાકરણ માટે ડીઅારઅેમની ખાતરી

અમરેલી જિલ્લાના રેલવે પ્રશ્નાેના નિરાકરણ માટે સાંસદના અધ્યક્ષસ્થાને રેલવે વિભાગના અધિકારીઅાેની અેક બેઠક મળી હતી. જેમા અનેકવિધ પ્રશ્નાે રજુ કરાયા હતા. ચાેમાસા પહેલા માેટાભાગના પ્રશ્નાેનુ નિરાકરણ કરવા રેલવેના ડીઅારઅેમ દ્વારા ખાતરી અપાઇ હતી.

સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમા રેલવેના અધિકારીઅાે સાથે બેઠક મળી હતી. જેમા લાેકડાઉનમા બંધ કરાયેલ અમરેલી વિસાવદર જુનાગઢ ટ્રેન રાબેતા મુજબ શરૂ કરવા, જિલ્લામા રેલવે ફાટક નીચે બનેલા અંડર બ્રીજમા ચાેમાસા દરમિયાન પાણી ભરાઇ જતા હેાય ડ્રેનેજની વ્યવસ્થા કરવા, મહુવા બાંદ્રા અને મહુવા સુરત ટ્રેનાેનાે દામનગર ખાતે સ્ટાેપ અાપવા, ફાટક પર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાવરકુંડલાના જેસર રાેડ પર અાવેલ ફાટક નં-62ની પહાેળાઇ વધારવી તેમજ ફાટક નં-61 નીચે અંડરબ્રીજ બનાવવા રજુઅાત કરાઇ હતી.

અા ઉપરાંત અમરેલીમા લીલીયા રાેડ ફાટક, ચક્કરગઢ રાેડ ફાટક અને કુંડલા રાેડ ફાટકની પહાેળાઇ વધારવા, વડીયાના જીથુડી ગામ પાસે રેલવે લાઇન નીચેથી સાૈની યાેજનાની પાઇપ લાઇન પસાર કરવા માટે મંજુરી અાપવા પણ માંગણી કરવામા અાવી હતી. તાે અમરેલી શહેરમા બિન ઉપયાેગી પડેલ રેલવે વિભાગની જમીન પર બ્યુટીફિકેશનનુ કામ કરવા, અમરેલીના લાઠી રાેડ ફાટકથી ઠેબી નદી સુધીના રેલવે ટ્રેકની બંને બાજુ પડતર જમીન પર વૃક્ષ કટીંગ કરવા સહિત પ્રશ્નાે અંગે રેલવેના અધિકારીને રજુઅાત કરાઇ હતી.

અહી રેલવેના ડીઅારઅેમ પ્રતિક ગાૈસ્વામી, ભરતકુમાર જન, દેવેન્દ્ર બાેચા, બી.પી.ગીડા વિગેરેઅે અા પ્રશ્નાે ઉકેલવા ખાતરી અાપી હતી. બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન માેવલીયા, તુષારભાઇ જાેષી, મનીષાબેન રામાણી, સુરેશભાઇ શેખવા, બીનાબેન, પ્રજ્ઞાબેન, મેહુલભાઇ સહિત અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો