તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • A Meeting Was Held In Amreli District Under The Chairmanship Of The Minister In Charge Under The 'My Village Coronamukta Village' Campaign.

સમીક્ષા:અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કપરાકાળ દરમિયાન આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સાથે સરકારના પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા અમરેલીની મુલાકાત લઈ અમરેલી ખાતે બેઠક યોજવામા આવી હતી. અહીં ઉપસ્થિત પ્રભારીમંત્રી અમરેલી જિલ્લામા કોવીડ-19ની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ ઉપરાંત આ બેઠકમાં મંત્રી અને અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

જેમા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યુ હતુ સમગ્ર રાજ્યમા કોરોનાનું સંક્રમણ પ્રમાણમાં વધુ છે જ્યારે અમરેલી જિલ્લો ઉચ્ચ અધિકારીઓની સતત દેખરેખ અને માઈક્રો પ્લાનિંગનાં લીધે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે જિલ્લામાં શરૂઆતના સમયથી જ કેટલાક પ્રેઇવેન્ટીવ મેઝર્સ લઈને સંક્રમણ વધુ ફેલાવા નથી દીધુ જે ખરેખર પ્રશંસનીય બાબત છે.

બેઠક દરમિયાન તમામ અધિકારી, સાંસદ, ભાજપના નેતાઓને સંબોધતા પ્રભારીમંત્રી જાડેજાએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમા કોરોનની ત્રીજી લહેર આવવાની સંભાવના છે ત્યારે ગ્રામ્યકક્ષાએ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત ગ્રામકક્ષાએ વધુમા વધુ લોક ભાગીદારીથી કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર બને અને સંક્રમિત લોકો આઇસોલેશન રહેવા આવા સેન્ટરનો ઉપયોગ કરે તે માટે જાગૃત કરવા પણ જરૂરી છે આ પ્રકારનુ સંબોધન કર્યું હતુ

આ બેઠકમા ઉપસ્થિત કલેકટર આયુષ ઓક,જિલ્લા પોલીસવડા નિરલિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર,સાંસદ નારણ કાછડીયા,ધારી બગસરા ધારાસભ્ય જે.વી.કાકડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...