મીડિયા સેન્ટર:અમરેલી જિલ્લાના નાગરિકો અને માધ્યમકર્મીઓને ચૂંટણીલક્ષી સચોટ માહિતી માટે મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયું

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લામાં મતદાન તા.01 ડિસેમ્બર,2022ના રોજ યોજાશે. જિલ્લાના નાગરિકો અને મીડિયાને જિલ્લાની ચૂંટણીલક્ષી સચોટ માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના આ મીડિયા સેન્ટરને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરી-અમરેલી દ્વારા સંયુક્ત રીતે મળીને આ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે,જેમાં વિવિધ પ્રકારની જિલ્લાની ચૂંટણીલક્ષી માહિતીને બેનરના માધ્યમથી નિદર્શિત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ 05 વિધાનસભા બેઠકો છે. જિલ્લાના મતદારોની દૃષ્ટિએ સૌથી મોટી બેઠક અમરેલી વિધાનસભા મતવિસ્તાર છે. આ બેઠક પર, 2,83,739 મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્યાની દૃષ્ટીએ સૌથી નાની બેઠક ધારી વિધાનસભા છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,22,987 મતદારો નોંધાયા છે.

આ મીડિયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી ફરિયાદની વેબસાઈટ, સોશિયલ મીડિયાની વિગતો, તેમજ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યા છે. મતદાર યાદી સંબંધિત હેલ્પલાઈન નંબર 1950 છે, ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ માટેનો ટોલ ફ્રી નં. 1800 233 2892 ઉપરાંત 2011ની વસતિ ગણતરીની દૃષ્ટીએ જિલ્લાની વસતિ 15,14,190 છે. જિલ્લાનો સેક્સ રેશિયો 964 છે, જ્યારે સાક્ષરતાનો દર 74.25 છે. આ મીડિયા સેન્ટરમાં પ્રત્યેક વિધાનસભાની પુરુષ અને મહિલાઓની વસતિ, જેન્ડર રેશિયો, ઈ.પી. રેશિયો સહિતની જરૂરી વિગતો આપવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પટણી અને નાયબ માહિતી નિયામક,અમરેલી સહિત અમરેલીના મીડિયા કર્મીઓ આ મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીનું નિદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...