ધરપકડ:લીલિયામાં ખંડણી અને હત્યાના ગુનામાં જામીન પર છૂટી નાસેલો શખ્સ રાજસ્થાનથી ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકના પુત્રનું અપહરણ કરી રૂપિયા 35 લાખની ખંડણી માંગી રકમ ન મળતા હત્યા કરી હતી

લીલીયામા નવ વર્ષ પહેલા એક વિપ્ર યુવકનુ અપહરણ કરી 35 લાખની ખંડણી માંગી તેની હત્યા કરવાના ગુનામા જેલમાથી વચગાળાના જામીન પર છુટી નાસી ગયેલા શખ્સને અમરેલી એલસીબીએ રાજસ્થાનમાથી ઝડપી લીધો હતો.

અમરેલી એલસીબીએ આજે મુળ લીલીયામા રામકૃષ્ણ સોસાયટીમા રહેતા રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામ ભટ્ટ (ઉ.વ.35) નામના યુવકને રાજસ્થાનના ઉદયપુરમાથી ઝડપી લીધો હતો. લીલીયાના કિકાણી પ્લોટમા રહેતા શિક્ષક ગીરીશભાઇ મણીશંકર ત્રિવેદીના પુત્ર ઋષિકેશનુ 2013ની સાલમા અપહરણ કરવામા આવ્યું હતુ અને તેમની પાસેથી રૂપિયા 35 લાખની ખંડણી માંગવામા આવી હતી.

જો કે બાદમા પકડાઇ જવાની બીક લાગતા ગઢડા નજીક રોહિશાળા ગામ પાસે આ યુવકની હત્યા કરી દેવામા આવી હતી. આ બારામા જે તે સમયે પોલીસે રવિ ઘનશ્યામ ભટ્ટ ઉપરાંત વિજય શામજી ધામત, જગદીશ શામજી ધામત અને કિશન સુરેશ દવેની ધરપકડ કરી હતી. આ ચારેય શખ્સો જેલમા હતા.

દરમિયાન 10/6/2016ના રોજ રવિ ભટ્ટને હાઇકોર્ટે આઠ દિવસના વચગાળાના જામીન પર મુકત કર્યો હતો. જો કે તે હાજર થયો ન હતો અને છ વર્ષથી નાસતો ફરતો હતો. જે અંગે બાતમી મળતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ, પીએસઆઇ વી.વી.ગોહિલ અને તેની ટીમે આ શખ્સને ઉદયપુરથી ઝડપી લઇ ફરી જેલમા ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...