મધમાખીનો હુમલો:અમરેલીના ચલાલાના ગરમલી ગામમાં એક વ્યકિતને મધમાખી કરડતા સારવાર માટે ખસેડાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝેરી મધમાખીના કારણે ક્યારેક લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે

અમરેલી જિલ્લામાં ઝેરી મધમાખીના હુમલની અવારનવાર ઘટનાઓ બની રહી છે. ત્યારે ચલાલાના ગરમલી ગામમાં વધુ એક ઘટના સામે આવી હતી. અહીં એક વ્યકિત પર મધમાખીના ઝુંડે હુમલો કરતા વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

ચલાલા તાલુકાના ગરમલી ગામમાં ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા એક વ્યકિત પર હુમલો કરાયો હતો. મધમાખી કરડતા ભોગ બનનાર વ્યકિતને તાત્કાલીક 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ચલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપતા દર્દી સ્વસ્થ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...