ધરપકડ:રાજકોટ જેલમાંથી પેરોલ રજા પર છુટી નાસતો શખ્સ ઝડપાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી એલસીબીની ટીમે દબોચી લીધો

સાવરકુંડલામા રહેતો અને દુષ્કર્મ કેસમા આજીવન કેદની સજા ભોગવી રહેલો શખ્સ રાજકોટ જેલમાથી પેરોલ રજા પર છુટયા બાદ નાસતો ફરતો હોય અમરેલી એલસીબીની ટીમે દબોચી લીધો હતો. સાવરકુંડલામા રેલવે સ્ટેશન પાસે રહેતા રાજુ ઉર્ફે રાજુકડી નારણ માંગરોળીયા (ઉ.વ.36) નામના શખ્સ સામે સાવરકુંડલા પોલીસ મથકમા દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધાયો હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા તેમજ ભોગ બનનારને રૂપિયા 15 લાખનુ વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ શખ્સ રાજકોટ મધ્યસ્થ જેલમા આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને તારીખ 2/5ના રોજ તેને સાત દિવસની પેરોલ રજા પર છુટો કરાયેા હતો. તેમે 10/5ના રોજ તેને જેલમા હાજર થવાનુ હતુ પરંતુ તે નાસતો ફરતો હતો. જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા તથા તેની ટીમે આ શખ્સને અમરેલીમાથી ઝડપી લઇ ફરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...