હથિયાર સાથે ધરપકડ:અમરેલીના પીપાવાવ વિસ્તારમાં દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયાર સાથે રાખવાને લઈ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરાઈ

અમરેલી જિલ્લાના પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાંથી એલસીબીએ દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો અને હથિયાર રાખવાનો હેતું શું હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં એસપીની સૂચના બાદ ગેરકાયદે હથિયારો રાખતા ઈસમોને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીપાવાવ મરીન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન બાતમી મળતા ફોરવે પીપાવાવ ચોકડી પાસેથી જસુ ડાયાભાઈ ચાવડા વાળાને રોકી તલાશી લેવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.

એલસીબી દ્વારા આરોપીની પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનને સોંપણી કરવામાં આવી હતી. આરોપીનો તમંચો રાખવાનો હેતું શું હતો?, કોની પાસેથી લાવવામાં આવ્યો? આ સવાલોના જવાબ મેળવવા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...