અમરેલીમા સાવરકુંડલા ચાેકડી પરથી પાેલીસે રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી અેક ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા બે લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રેતી ચાેરી ઝડપાયાની આ ઘટના અમરેલીમા સાવરકુંડલા ચાેકડી પર બની હતી. શહેરની નજીકમા આવેલ શેત્રુજી નદીના પટમાથી પાછલા ઘણા સમયથી બેફામ રેતી ચાેરી કરવામા આવી રહી છે. ત્યારે સાવરકુંડલા ચાેકડી નજીકથી રેતી ભરીને પસાર થઇ રહેલા ટ્રેકટર નંબર જીજે 14 અેપી 9116ને પાેલીસે અટકાવી ચાલક વનરાજ નારણભાઇ ચાૈહાણની પુછપરછ કરી હતી.
જાે કે તેમની પાસે કાેઇ રાેયલ્ટી કે પાસ પરમીટ ન હાેય પાેલીસે તેમની સામે ગુનાે નાેંધી ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા બે લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેસ.ડી.જેઠવા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.