તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમરેલીના વરસડામાંથી એક શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એલસીબીએ ઝડપી લઇ બે શખ્સો સામે ગુનો નોંધ્યો

અમરેલી અેલસીબી પાેલીસે બાતમીના અાધારે અમરેલી તાલુકાના વરસડામાથી અેક શખ્સને રિવાેલ્વર સાથે ઝડપી પાડયાે હતાે. પાેલીસે બે શખ્સાે સામે ગુનાે નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે રિવાેલ્વર સાથે અેક શખ્સ ઝડપાયાની અા ઘટના અમરેલીના વરસડામા બની હતી. અેલસીબી પાેલીસને પેટ્રાેલીંગ દરમિયાન બાતમી મળી હતી કે વરસડામા અેક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યાે છે. જેને પગલે પાેલીસ અહી દાેડી ગઇ હતી.

પાેલીસની ગાડીને જાેઇને અા શખ્સ નાસવા જતાે હતાે. જાે કે પાેલીસે તેને દબાેચી લઇ તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદે લાયસન્સ વગરની અેક રિવાેલ્વર મળી અાવી હતી. પાેલીસે લાઠીના લુવારીયામા રહેતા ખાેડુ નનકુભાઇ ધાંધલ નામના અા શખ્સની ધરપકડ કરી 2500નાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસની પુછપરછમા તેણે અા હથિયાર લીલીયાના હાથીગઢમા રહેતા બીપીન નામના શખ્સ પાસેથી લીધુ હાેવાનુ જાણવા મળતા પાેલીસે અા શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે અમરેલી તાલુકા પાેલીસ મથકના પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...