અમરેલી જિલ્લામા ઉતરાયણ પર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે રાજુલાના કોટડીમા એક ઘરમાથી ચાઇનીઝ દોરીની 40 ફિરકી સાથે એક શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા તાલુકાના કોટડીમા પોલીસે રાકેશ ભગવાનભાઇ સાંખટ (ઉ.વ.21)નામના યુવકના ઘરે તપાસ કરતા ઘરમા એક ખોખામા ચાઇનીઝ દોરીની 40 ફિરકી રાખી હોય પોલીસે 12 હજારનેા મુદામાલ કબજે લઇ યુવક સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત રાજુલામાંથી પોલીસે રાહુલ અરવિંદભાઈ ચીભડિયા નામના શખ્સ પાસેથી ચાઈનીઝ બનાવટની 23 નંગ ફિરકી ઝડપી પાડી હતી.
જયારે અમરેલીમા સુજલ હુસેન ચૌહાણ નામનો યુવક પોતાના બાઇકની ડેકીમા ચાઇનીઝ દોરી નંગ-2 લઇને જતો હોય પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ખાંભા તાલુકાના ડેડાણમા પોલીસે અજય ભરતભાઇ ચૌહાણ નામના યુવક પાસેથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરીની ફિરકી નંગ-5 મળી આવતા તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મોટી કુંકાવાવમા રહેતા નરેશ કરશનભાઇ કાનાણી નામના યુવક સામે પણ ચાઇનીઝ દોરી રાખવા સબબ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.