કાર્યવાહી:પીપળવામાંથી ટ્રેકટરમાં રેતી ચોરી કરતો શખ્સ ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ખાંભાના પીપળવા ગામેથી ટ્રેકટરમાં રેતી ચોરી કરનાર યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. તેમની પાસેથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લા પોલીસવડા હિમકરસિંહ અને સાવરકુંડલા વિભાગના ડીવાયએસપી કે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.પી. ગોહિલની રાહબરી નીચે હેડ કોન્સ્ટેબલ ડી.આર. મકવાણા અને સહદેવ મકવાણાએ પીપળવામાંથી જસુ હકુભાઈ બુધેલાને ટ્રેકટરમાં રેતી ચોરી કરતા ઝડપી લીધો હતો.તેમની પાસેથી રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.51 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...