તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:કારમાં દારૂની 34 બોટલની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCB એ અમરેલીના શખ્સ પાસેથી 3.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ લાઠી પંથકમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અમરેલીના ટાવર રોડ મોદી શેરીમાં રહેતા યુશુફ બદરૂદ્દીનભાઇ હીરાણી પોતાની ટ્રાવેરા કાર નંબર જી.જે.03.બી.એ. 3585માં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ચાવંડથી અમરેલી તરફ હેરાફેરી કરી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે લાઠી- અમરેલી રોડ પર આવેલ હરસિધ્ધિ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી કારમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 34 બોટલની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો.

યુશુફ હીરાણી પાસેથી રૂપિયા 34900ની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 34 બોટલ, રૂપિયા 1000ના બે મોબાઈલ ફોન અને 3 લાખની કાર મળી કુલ રૂપિયા 335900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા શખ્સની સામે લાઠી પોલીસમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...