ક્રાઇમ:કેફી પદાર્થની હેરાફેરીમાં વિજપડીના શખ્સની ખાસ કેસમાં ધરપકડ કરાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NDTS એકટ હેઠળની દરખાસ્તને CID ક્રાઇમની મંજુરી

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામનો શખ્સ માદક દ્રવ્યોની હેરફેરમા સંડોવાયેલો હોય અમરેલી જિલ્લા પોલીસે ખાસ કેસમા આ શખ્સ સામે પીઆઇટીએનડીટીએસ એકટ હેઠળ દરખાસ્ત તૈયાર કરતા આ શખ્સને અટકાયત કરી ભુજ જેલમા ધકેલી દેવાયો છે.

પીઆઇટી એનડીટીએસ એકટ હેઠળ વારંવાર નશીલા પદાર્થોના ગુનામા સંડોવાતા શખ્સ સામે આવી દરખાસ્ત તૈયાર કરવાનો પોલીસને અધિકાર છે. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામનો કાળુ ઉર્ફે શેખ વિરજીભાઇ વાસાભાઇ ટાંક નામનો શખ્સ આ વિસ્તારમા કેફી પદાર્થોની હેરફેરમા સંડોવાયેલો હોય જિલ્લા પોલીસવડાની સુચનાથી એસઓજીની ટીમે આ શખ્સ સામે પીઆઇટી દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના ડીજી સમક્ષ રજુ કરી હતી. જે દરખાસ્ત મંજુર થઇને આવતા આજે એસઓજીની ટીમે કાળુ ટાંકની ધરપકડ કરી હતી. હાલમા તેને ભુજની પાલારા જેલમા ધકેલી દેવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...