લીલીયા તાલુકાના ગુંદરણમા રહેતો એક શખ્સ ગામની બે માસુમ બાળાનુ સીમમા અપહરણ કરી લઇ ગયો હતો. બાળાના વાલીઓએ શખ્સને ઠપકો આપતા તેણે બાળાના બંને વાલીને મારમારી ઇજા પહોંચાડતા આ બારામા તેની સામે લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.
બે બાળાનુ અપહરણ કરી સીમમા લઇ જવાની આ ઘટના લીલીયાના ગુંદરણમા બની હતી. બાળાના વાલીએ લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પાંચ વર્ષની બાળકી તેમજ અહી રહેતી અન્ય એક બાળકીને સંજય બોઘાભાઇ પરમાર નામનો શખ્સ ઘર બહાર બજારેથી લલચાવી ફોસલાવી અપહરણ કરી સીમમા લઇ ગયો હતો. બાદમા ખારા વિસ્તારમાથી આ બાળકીઓ મળી આવી હતી.
આ અંગે બંને વાલીઓએ સંજયને ઠપકો આપતા તેણે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સંજય બાઘાભાઇ પરમારે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે બંને બાળાઓને રમાડવા માટે લઇ ગયો હતો. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ સીપીઆઇ જે.ડી.ડાંગરવાલા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.