ફરિયાદ:બગસરાના નવી હળીયાદના શખ્સે મહિલાનો હાથ પકડી છેડતી કરી

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંબંધ રાખવા માંગણી કરી મહિલા, તેના પતિને મારી નાખવાની ધમકી
  • મહિલાનો પીછો કરી બિભત્સ ઇશારા કરતા ફરિયાદ

બગસરા તાલુકાના નવી હળીયાદમા રહેતા એક મહિલા પોતાના ઘરેથી બહાર જઇ રહ્યાં હતા ત્યારે રસ્તામા અહી જ રહેતા એક શખ્સે તેનો હાથ પકડી છેડતી તેને તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપતા તેની સામે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

મહિલાની છેડતીની આ ઘટના બગસરાના નવી હળીયાદમા બની હતી. અહી રહેતા એક મહિલાએ બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઘરેથી એકલા નીકળી બાજુના ઘરે રસોઇ બનાવવા જઇ રહ્યાં હતા ત્યારે વલ્લભ મોહનભાઇ ખુંટ નામના શખ્સે તેનો હાથ પકડી સંબંધ રાખવા માંગણી કરી હતી.

જો કે તેને ના પાડતા આ શખ્સે વાળ પકડી મહિલાને ઢસડી હતી અને તેના પતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમા આ શખ્સે મહિલાનો પીછો કરી બિભત્સ ઇશારા પણ કર્યા હતા. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.પી.સીંગલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...