અમરેલી પંથકમા શેત્રુજી નદીના પટમાથી બેફામ રેત ચોરી ચાલી રહી છે. ત્યારે અમરેલી એલસીબી પોલીસે આજે અહીના શખ્સને ડમ્પરમા ચાર ટન રેતીની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો.
રેતી ચોરી ઝડપાવાની આ ઘટના અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા બની હતી. અમરેલી એલસીબીની ટીમ રેતી ચોરી કરતા તત્વો સામે પગલા લેવા પેટ્રોલીંગમા હતી ત્યારે લીલીયા રોડ પર શ્યામ સર્કલ નજીક ડમ્પર નંબર જીજે 3 ડબલ્યુ 8768ને અટકાવી તલાશી લેવામા આવતા તેમા ગેરકાયદે રેતીની હેરાફેરી થતી હોવાનુ ખુલ્યુ હતુ.
અમરેલીમા સત્યનારાયણ સોસાયટીમા રહેતો સુજીત ધીરૂભાઇ ધાધલ (ઉ.વ.22) નામનો યુવાન આ ડમ્પરમા રેતીની હેરાફેરી કરી રહ્યો હતો જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે ડમ્પર તથા રેતી મળી કુલ રૂપિયા 4.02 લાખનો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.