તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ વખત આયોજન:વ્યાજખાેરાે સામે ફરિયાદ સાંભળવા 11મીએ અમરેલી એસપી કચેરીમાં લોકદરબાર યોજાશે

અમરેલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યાજખાેરાેને ભરી પીવા પાેલીસે કમર કસી

અમરેલી જિલ્લામા વ્યાજખાેરાેનાે બેફામ ત્રાસ છે. અને લાેકાેની જમીન, મકાન, મિલકતાે પચાવી લાેહી ચુસી રહ્યાં છે. તેવા સમયે પાેલીસે વ્યાજખાેરાેને ભરી પીવા કમર કસી અાગામી 11મી તારીખે પીડિત લાેકાેની ફરિયાદ સાંભળવા માટે અમરેલી અેસપી કચેરી ખાતે લાેકદરબારનુ અાયાેજન કરવામા અાવ્યું છે.

અા લાેકદરબાર 11મીઅે બપાેરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી અમરેલી અેસપી કચેરી ખાતે યાેજવામા અાવ્યાે છે. જેમા લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરનારા લાેકાે, બળજબરીથી ધમકી અાપી પૈસા પડાવનારા લાેકાે, ગેરકાયદે વ્યાજે નાણા ધીરી બાદમા જમીન, મકાન, દુકાન જેવી મિલકતાે પચાવી પાડનારા શખ્સાે વિરૂધ્ધ પીડિત લાેકાે ફરિયાદ અાપી શકશે. વ્યાજખાેરાેના ત્રાસથી પાેતાનુ સર્વસ્વ ગુમાવી દેનારા લાેકાેની ખુદ જિલ્લા પાેલીસવડા ફરિયાદ સાંભળશે.

અમરેલી જિલ્લામા પાછલા કેટલાક સમયથી પાેલીસે અનેક વ્યાજખાેરાેને સીધાદાેર કર્યા છે. અામ છતા ડરના માર્યા અનેક પીડિત લાેકાે ફરિયાદ કરવા સામે અાવતા નથી. અત્યાર સુધી પીડિત લાેકાે સીધા પાેલીસવડાને મળી ફરિયાદ કરતા હતા. પરંતુ પ્રથમ વખત અા રીતે પીડિત લાેકાેને સાંભળવા માટે લાેકદરબારનુ અાયાેજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો