વન્યપ્રાણીની લટાર:અમરેલીના પીપાવાવ રામપરા માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણની લટાર જોવા મળી

અમરેલી3 દિવસ પહેલા

અમરેલીના પીપાવાવ રામપરા માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણની લટાર જોવા મળી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. માર્ગ ઉપરથી સિંહણ તેના સિંહબાળને દૂર ખસેડી સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવાનો પ્રયાસ કરતી જોવા મળી છે.
સિંહણ અને બે બચ્ચાં સાથેના દૃશ્યો મોબાઈલમાં કેદ
આ વીડિયો રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ વિસ્તારના માર્ગ ઉપરનો છે. સિંહણ અને બે બચ્ચાં સાથેના દૃશ્યો મોબાઈલમાં કેદ થયા છે. આ વીડિયો 3 દિવસ પહેલાનો હોવાનું સામે આવી રહ્યુ છે. જેમાં 2 સિંહબાળ અને એક સિંહણ માર્ગ ઉપર લટાર મારતા જોવા મળ્યાં હતા. સિંહણ તેમના બચ્ચાને પકડી હાઇવેથી દૂર લઈ જવાના પ્રયાસ કરી રહી છે. અહીં સિંહોનો વસવાટ પણ વધુ જોવા મળી રહ્યો છે. સિંહો અને વન્યપ્રાણીઓ સતત આંટાફેરા મારતા હોવાનું જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં વાહનોની હડફેટે સિંહોના મોત પણ થયા છે. રાજુલા પીપાવાવ નેશનલ હાઇવે ઉપર અગાઉ સિંહોના ટોળા જોવા મળ્યાં હતા. વહેલી સવારે અને સાંજે મોડી રાતે સિંહો હાઇવે ક્રોસ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...