શેરીમાં સિંહની લટાર:રાજુલાના રામપરા ગામમાં ઘૂસી આવેલા સિંહે પશુનું મારણ કર્યું, સિંહની લટાર CCTVમાં કેદ થઈ

અમરેલી3 મહિનો પહેલા

અમરેલીમાં ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાના દ્રશ્યો સામાન્ય બન્યા છે. એવામાં રાજુલા તાલુકાના રામપરા ગામમાં ઘૂસી આવેલા સિંહે પશુનું મારણ કરતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામની શેરીઓમાં સિંહની લટાર CCTVમાં કેદ થઈ હતી.

અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ગીર જંગલ વિસ્તારની આસપાસના આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. રાજુલા તાલુકાના રામપરા ગામમાં રાત્રિના સમયે ઘૂસી આવેલા સિંહે એક પશુનું મારણ કર્યું હતું. સિહના આંટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

રામપરા, ભેરાઈ, પીપાવાવ પોર્ટ, કોવાયા આસપાસ સિંહોનો વસવાટ વધ્યો છે. આ વિસ્તારમાં અવારનવાર હાઈવે પર પણ સિંહ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...