અદભૂત નજારો:અમરેલીના ધારી ગીર જંગલમાં પાણી પીતો લેપર્ડ ગેક્કો કેમેરામાં કેદ થયો

અમરેલી2 મહિનો પહેલા

આ દ્રશ્યો જોતા તમને પણ અજુગતું લાગશે આ શું છે? આ વીડિયો અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગીર જંગલનો છે. આ લેપર્ડ ગેક્કો છે અને ગરોળીનો એક પ્રકાર છે, ગ્રાઉન્ડ ડેવેલિંગ ગરોળી છે. આ ગરોળી સંપૂર્ણ રીતે બીનઝેરી અને નિશાચર છે. મોટાભાગે લોકોને આને ઝેરી માને છે, પરંતુ વનવિભાગના કહેવા પ્રમાણે આ ઝેરી નથી ભૂતકાળમાં આ ફેટ ટેઇલ ગેકો તરીકે ઓળખાતી હતી. જે ઋતુ મુજબ ઝાડી પાતળી થતી હોય છે. બીજી ગરોળી કરતા રંગ અલગ હોય છે જ્યારે આ ગઢીયો નાગ એટલે એક ગરોળી એવી ગરોળી છે કે જે પોતાના રહેઠાણની પાસે નાના પથ્થરો ગોઠવીને ગઢ કિલ્લો જેવી રચના કરે આ પ્રજાતી જોવામાં કઈક અલગ જ લાગે છે.

આ ગરોળીની જીબ થોડી લાંબી આવે છે
આ ગરોળી ગેક્કોની જીભ થોડી લાંબી આવે છે જેના કારણે અલગ પ્રજાતી જોવામાં લાગે છે અને આ દ્રશ્યો ધારી ગીર જંગલ ડીવીઝનના કંટાળા વિસ્તારમાં આ ગરોળી ગેક્કો જોવા મળતા મોબાઈલમાં દ્રશ્યો કેદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...