હુમલો:ધારીના જલજીવડી ગામમાં 4 વર્ષની બાળકી ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં દીપડા સિંહો અને વન્યપ્રાણીની સંખ્યા દિનપ્રતિદિન રીતે ખૂબ વધી રહી છે જેના વાંરવાર હુમલાની ઘટના સામે આવી રહી છે. વનવિભાગમાં પણ આ પ્રકારની ઘટનાઓના કારણે સતત ચિંતા વધી રહી છે. ત્યારે ગઈ મોડી રાતે ફરી ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી જવા પામી છે. ધારીના જલજીવડી ગામ નજીક નવરાત્રી જોય આવી રહેલા 4 વર્ષીય બાળકીનો પાછળથી પીછો કરી દીપડાએ હુમલો કરતા બાળકી રાડા રાડ કરી દીધી હતી. અન્ય રાહદારીઓએ પણ રાડ રાડ કરી દીપડાના મો માંથી છોડાવતા બાળકીનો બચાવ થયો અને દીપડો હુંમલો કરી નાચી છૂટ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમા ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક વનવિભાગને જાણ થતાં આર.એફ.ઓ.સહિત વનકર્મીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને પ્રથમ બાળકીને અમરેલી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા ગણતરીની કલાકોમાં હુમલો કરનાર દીપડો પાંજરે પુરી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...