તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સાવરકુંડલાના મહુવા રોડ પર મેડિકલ વેસ્ટ નો મોટો જથ્થો રઝળતો ઢગલો મળી આવ્યો

અમરેલી4 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના સંક્રમણ સમગ્ર અમરેલી જિલ્લામા વધી રહ્યુ છે. દિનપ્રતિદિન કેસ પણ આવી રહ્યા છે. તેવા સમયે સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આજે મેડિકલ વેસ્ટ જથ્થો મળી આવતા લોકોમા ફફડાટ ફેલાયો છે. અહીં મેડિકલની કેટલીક દવાઓ જોખમી વેસ્ટ જથ્થો જાહેરમા કોઈ દ્વારા ફેંક્યો હોવાની આશંકા જોવા મળી રહી છે.

આ વિસ્તારમાં 3થી વધુ ખાનગી હોસ્પિટલ પણ આવેલી છે. તે જ વિસ્તારમાં જથ્થો સામે આવતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ મહામારીના સમયમાં આ પ્રકારનો જથ્થો જોખમી સાબિત થઈ શકે છે. જે પ્રકારએ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ જોખમી જથ્થો ફેંકાયો છે. અગાવ પણ રાજુલા અમરેલી બે સેન્ટરમાંથી મળી આવ્યો હતો, જ્યારે હાલમા પણ ખાનગી હોસ્પિટલો દ્વારા ફેંકાયો હોવાની આશંકા સેવાય રહી છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાને જાણ કરાય છે. આ જથ્થો લઈ જવા માટે જ્યારે આ જથ્થો મોડી રાતે અથવા તો વહેલી સવારે ફેંકાયો છે.

શ્વાન અને ગાયો માટે જોખમી જથ્થોઅહીં આ મેડિકલ વેસ્ટ જથ્થો સ્થાનિક રેઢિયાર ગાયો અને શ્વાન ના બચ્ચાં એ આ જથ્થો આરોગયો છે ત્યારે અહીં ની ગાયો માટે જોખમી સાબિત થશે અને શ્વાન ના બચ્ચા સહિત ગાયો ને અસર થઈ શકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો