અમરેલી તાલુકાના મોટા આંકડીયામા રહેતા એક આધેડને અહી જ રહેતા એક શખ્સે ફોન પર પ્લોટ બાબતે બોલાચાલી કરી છરી વડે મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
આધેડને ધમકીની આ ઘટના અમરેલીના મોટા આંકડીયામા બની હતી. અહી રહેતા સુરેશભાઇ કાનજીભાઇ બાવીશી (ઉ.વ.49) નામના આધેડે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ સાંજના ચતુરભાઇની વાડીએ બેઠા હતા ત્યારે ભાવેશ ઉર્ફે ભયલો ધીરૂભાઇ ચૌહાણ જે હાલ શાપર ગામે રહે છે તેણે ફોન કર્યો હતો.
ભાવેશે ફોનમા કહ્યું હતુ કે તારા કાકાના દીકરારમેશભાઇનો ફોન લાગતો નથી અને તારા કુટુંબી ભાઇએ મને કેમ પંચાયતમાથી પ્લોટ આપેલ નથી તેમ કહ્યું હતુ. સુરેશભાઇએ તેને ફોનમા કહેલ કે મારા કાકાનો દીકરો સરપંચ છે હું નથી. અને આ પ્લોટનો વિષય પંચાયતનો છે મને કંઇ ખબર ન પડે જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો. બાદમા ત્રણ વખત ફોન કરી ગાળો આપી છરી વડે મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.