તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળી ગુલ:મિતિયાળામાં આવેલ સબ સ્ટેશનમાં ભીષણ આગ લાગતા જાફરાબાદ શહેર અને ગામડાની વીજળી ગુલ

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ દરિયા કાંઠે જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ નજીક આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ છે. જ્યારે અહીં કાળઝાળ ગરમી અને પાવર ડ્રોપના કારણે પણ આગ લાગી હોઇ શકે છે. આગે ફાયર ફાઈટર પહોંચે તે પહેલા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. તેમજ ઘટના બાદ પીજીવીસીએલના અધિકારી, કર્મચારીઓ પણ દોડી આવ્યા છે. અને આગ બુજવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને કારણે આગ કંટ્રોલમાં આવી ગઈ છે. જ્યારે અહીં આગ લાગવાના કારણે સમગ્ર જાફરાબાદ શહેરમાં વીજળી ગુલ થતા શહેરીજનો પણ અકળાઇ ઉઠ્યા છે. બીજી તરફ 15થી વધુ ગામડામાં પણ વીજળી ગુલ થઈ છે. જેના કારણે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

આજ મોડી રાત સુધી વીજળી મળવી મુશ્કેલ છે

જાફરાબાદ તાલુકાના મિતીયાળા 66 કેવીમાં વિકરાળ આગ લાગવાના કારણે મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે. જેના કારણે પીજીવીસીએલ અને તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે. પણ આજે મોડી રાત સુધી મા વીજળી આપવી ખૂબ મુશ્કેલી દેખાય રહી છે

અન્ય સમાચારો પણ છે...