આયોજન:અમરેલીમાં મહાવીર જયંતિ નિમીતે ભવ્ય શોભાયાત્રા, ભગવાન મહાવીરના જીવન પર વ્યાખ્યાન યોજાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પ્રસંગે શાનદાર શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ. ત્યારબાદ વ્યાખ્યાનનુ પણ આયોજન થયુ હતુ. જૈનોના 24મા તિર્થંકર ચરમતિર્થપતિ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકના પ્રસંગે ગુરૂવારના રોજ પુજય સાધ્વીજી મ.સાની નિશ્રામા અમરેલીમા આ શાનદાર શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતુ.

આ શોભાયાત્રા શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામા શ્રી અમરેલી જૈન સંઘના ભાઇ બહેનો ઉત્સાહપુર્વક જોડાયા હતા. શોભાયાત્રાના સમાપન બાદ પુજય સાધ્વીજી મ.સા સાહેબે મહાવીર સ્વામી ભગવાનના ચરિત્ર પર શાનદાર વ્યાખ્યાન આપ્યું હતુ. ઉપરાંત શાસન રક્ષક દેવ મણીભદ્રદાદાનુ પંચોપચાર પુજન ભણાવવામા આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...