એથ્લેટીકસ ચેમ્પિયન શીપ:લોનકોટડા પ્રા.શાળાની યુવતીએ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુવાહાટીમાં 37મી જુનીયર નેશનલ એથ્લેટીકસ ચેમ્પિયન શીપમાં ભાગ લીધો

બાબરા તાલુકાના લોન કોટડા પ્રાથમિક શાળામા અભ્યાસ કરી હાલ હિમતનગરમા રમત ગમત એકેડમીમા અભ્યાસ કરતી યુવતીએ 37મી જુનીયર નેશનલ એથેલેટીકસ ચેમ્પીયન શીપમા લોંગ જમ્પમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. લોનકોટડા પ્રાથમિક શાળામા અભ્યાસ કરી હાલ હિમતનગર રમત ગમત એકેડમીમા અભ્યાસ કરતી કુમકુમ ભરતભાઇ રામાણીએ તાજેતરમા યોજાયેલી 37મી જુનીયર નેશનલ એથેલેટીકસ ચેમ્પીયન શીપ સ્પર્ધામા 5.57મી.નો લોંગ જમ્પમા ગુજરાત રાજયના ખેલાડી તરીકે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

કુમકુમ રામાણીએ અત્યાર સુધીમા અંડર9, અંડર-11 તેમજ અંડર-14 તેમજ ખેલ મહાકુંભની તમામ સ્પર્ધામા ભાગ લઇ 7 ગોલ્ડ મેડલ જીતી લોન કોટડા શાળાનુ ગૌરવ વધાર્યુ હતુ. શાળાના શિક્ષક પ્રવિણભાઇ રામાણી, કિરીટભાઇ મેતલીયાએ આવા પ્રતિભાશાળી ખેલાડીઓને બહાર લાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...