સ્વખર્ચે કાર્ય:રાજુલાની ઘાણો નદીમાંથી જનરેટર મૂકી 200 ઘર સુધી પાણી પહોંચાડાયું

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલામા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. જેને પગલે અહી પાછલા ઘણા સમયથી વિજ પુરવઠો ખોરવાયેલો છે. ત્યારે પાલિકાના પુર્વ ઉપપ્રમુખ અને સેવાભાવી યુવાનો દ્વારા સ્વખર્ચે અહીના ઘાણા નદીમાથી જનરેટર મુકી 200 ઘર સુધી પાણી પહોંચતુ કર્યુ હતુ.

શહેરમા વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી દીધી છે. ખાસ કરીને અહી વિજ પુરવઠો ખોરવાયેલો હોવાથી પાણી પહોંચતુ કરવામા ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહીના પાલિકાના પુર્વ ઉપપ્રમુખ છત્રજીતભાઇ ધાખડા અને સેવાભાવી યુવાનો દ્વારા સ્વખર્ચે જનરેટર મુકીને અહીના ઘાણા નદીમાથી પાણી ઉલેચી 200 ઘરો સુધી પહોંચતુ કરવામા આવ્યું હતુ. અહીના ખેતાગાળા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે ઘાણામાંથી મોટર મૂકી અને 1 જનરેટર મૂકી 200 પરિવારને સીધું ઘરે પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઇ હતી. જેથી લોકોએ રાહત અનુભવી હતી. લોકોએ પણ યુવાનોનુ સેવાકાર્ય બિરદાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...