તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં કાેરાેનાના વધુ 108 કેસ, 2ના માેત

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જૂનાગઢ જિલ્લામાં 350 કેસ પોઝિટીવ, 7ના મોત, જ્યારે ગીરસોમનાથ જિલ્લામાં 144 કેસ, 1 નું મોત થયું"તું
 • કુંકાવાવની 70 વર્ષિય મહિલા, બગસરાના 70 વર્ષિય વૃદ્ધનું મોત: અમરેલી જિલ્લામાં હાલમાં 1124 અેક્ટિવ કેસ

અમરેલી જિલ્લામા કાેરાેનાનાે કહેર અટકવાનુ નામ લેતાે નથી. ગત સપ્તાહ કરતા કેસની સંખ્યામા ઘટાડાે ચાૈક્કસ છે પરંતુ સ્થિતિ સુધરવાનુ નામ લેતી નથી. અાજે અમરેલી જિલ્લામા કાેરાેનાના વધુ 108 કેસ નાેંધાયા હતા. ગાંધીનગરથી અારાેગ્ય મંત્રાલય દ્વારા અમરેલી જિલ્લામા અા 108 કેસ જાહેર કરાયા હતા. જાે કે અાજે સ્થાનિક અારાેગ્ય તંત્ર માત્ર અડધા કેસ બતાવી રહ્યું છે. અમરેલી જિલ્લા અારાેગ્ય તંત્રઅે જણાવ્યું હતુ કે જિલ્લામા કાેરાેનાના માત્ર 54 કેસ નાેંધાયા છે.

બીજી તરફ જિલ્લામા અેકટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. હાલમા અમરેલી જિલ્લામા 1124 અેકટીવ કેસ છે. અાજે 42 દર્દીઅાેને રજા અાપવામા અાવી હતી. જિલ્લામા અત્યાર સુધીમા 5948 કેસ નાેંધાયા છે. બીજી તરફ અાજે જિલ્લામા કાેરાેનાના કારણે વધુ બે માેત નાેંધાયા હતા. અારાેગ્ય વિભાગના સુત્રાેઅે જણાવ્યું હતુ કે અાજે કુંકાવાવની 70 વર્ષીય મહિલા અને બગસરાના 70 વર્ષીય વૃધ્ધનુ કાેરાેનાની સારવાર દરમિયાન માેત થયુ હતુ. બીજી તરફ અમરેલી જિલ્લામા વેકસીનેશન પણ તળીયે પહાેંચ્યુ છે.

અાજે માત્ર 2230 લાેકાેને વેકસીન અાપી શકાઇ હતી.બીજી તરફ બુધવારે જૂનાગઢ જિલ્લાના 350 અને ગિર સોમનાથના 144 મળી એક જ દિવસમાં 494 કોરોના પોઝિટીવ આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના 7 અને ગિર સોમનાથના 1 મળી કુલ 8ના કોરોનાથી મોત થયા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 2,66,476ને વેક્સિનેશન કરાયું છે.

હજુ 317 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 288 ઘરના 2,245 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. જ્યારે ગિર સોમનાથમાં 626ને પ્રથમ અને 465ને બીજો ડોઝ અપાયો છે.જ્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 616 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 37 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.હાલ જિલ્લામાં 214 કેસ એક્ટિવ છે જેમાંથી 69 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમરેલીમાં વેક્સિનેશન ખાેરવાયંુ
અેક તરફ 18 વર્ષથી વધુ ઉંમરના લાેકાેને વેકસીન શરૂ કરવાની ગુલબાંગાે હંકાઇ રહી છે તેની વચ્ચે અમરેલી શહેરમા જ વેકસીનેશન ખાેરવાઇ ગયુ છે. શહેરના જુદાજુદા વેકસીનેશન સેન્ટર પર વેકસીન નહી હાેવાના કારણે અાજે લાેકાેને રસી અાપી શકાઇ ન હતી.

બાબરાના પૂર્વ ધારાસભ્ય વાલજી ખાેખરીયાનંુ કાેરાેનાની સારવારમાં મોત
બાબરા વડીયા વિસ્તારના પુર્વ ધારાસભ્ય અને પીઢ સહકારી અાગેવાન વાલજીભાઇ ખાેખરીયાનુ અાજે અમદાવાદ ખાતે કાેરાેનાની સારવાર દરમિયાન નિધન થયુ હતુ. જેના પગલે બાબરા વિસ્તારમા ઘેરા શાેકની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો