તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હત્યા કેસમાં આજીવન કેદની સજા ભાેગવતાે ફરાર શખ્સ ઝડપાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજા પર મુકત કરાયા બાદ પરત જેલ ફર્યાે ન હતેા : પેરાેલ ફર્લાે સ્કવાેડે દબાેચી લીધાે
  • કેદીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરાઇ

અમરેલી જિલ્લા જેલમા અાજીવન કેદની સજા ભાેગવતાે અને પાકા કામનાે કેદી રજા પર મુકત કરાયા બાદ નાસતાે ફરતાે હાેય અમરેલી પેરાેલ ફર્લાે સ્કવાેડે તેને કસબાવાડમાથી ઝડપી લઇ ફરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. અહીના માેટા કસ્બાવાડમા રહેતા ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાૈહાણ (ઉ.વ.32) નામના શખ્સને હત્યાના કેસમા કાેર્ટે અાજીવન કેદની સજા ફટકારી હતી. અા શખ્સ અહીની જિલ્લા જેલમા પાકા કામના કેદી તરીકે સજા ભાેગવી રહ્યાે છે.

ત્યારે અા કેદીને તા. 4/6/21ના રાેજ ફર્લાે રજા પર મુકત કરવામા અાવ્યાે હતાે અને પરત તા. 19/6/21ના જેલ ખાતે હાજર થવાનુ હતુ. જાે કે અા શખ્સ નાસતાે ફરતેા હતાે.જિલ્લા પાેલીસવડાની સુચનાથી પેરાેલ ફર્લાે સ્કવાેડના ઇન્ચાર્જ પીઅેસઅાઇ કરમટા તથા અેઅેસઅાઇ શ્યામકુમાર બગડા, હેડ કાેન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા, અજયભાઇ સાેલંકી, જીજ્ઞેશભાઇ પાેપટાણી, જનકભાઇ કુવાડીયા વિગેરેઅે બાતમીના અાધારે ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાૈહાણને માેટા કસ્બાવાડમાથી ઝડપી લીધાે હતેા. કેદીનાે કાેરાેના ટેસ્ટ કરાવ્યા બાદ જેલ ખાતે સાેંપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...