અનુરોધ:દિકરી 25 વર્ષની ઉંમરની ન થાય ત્યાં સુધી મૈત્રી કરાર પણ માન્ય ન રહેવો જોઇએ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં હિન્દુ સમાજના વિવિધ સંગઠનોનું મહેસાણામાં સંમેલન મળ્યું હતું
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો મુખ્યમંત્રીને કાયદો લાવવા અનુરોધ

તાજેતરમા હિન્દુ સમાજના વિવિધ સંગઠનોનુ મહેસાણા અને તે અગાઉ ઉંજામા સંમેલન મળ્યું હતુ. લવજેહાદ વિગેરે જેવી પ્રવૃતિને ધ્યાને લઇ આ સંગઠને ઠરાવ કરી મુખ્યમંત્રી સમક્ષ વિવિધ માંગણીઓ કરી હતી. આ માંગણીને અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સમર્થન આપી કાયદો બનાવવાની માંગ દોહરાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરાએ આજે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગણી કરી હતી કે જો હિન્દુ સમાજની દીકરી પ્રેમલગ્ન કરે તો તેમા માબાપાની સંમતિ અને સહી ફરજીયાત હોવી જોઇએ. આ ઉપરાંત જો દીકરી મા-બાપની સંમતિ વિના લગ્ન કરે તો તેની ઉંમર મર્યાદા ઓછામા ઓછી 25 વર્ષની હોવી જોઇએ.

આ ઉપરાંત તેમણે એવી પણ માંગણી ઉઠાવી હતી કે જો કોઇ દીકરીને ઉંમર 25 વર્ષની ન થાય ત્યાં સુધી તેણે કરેલો મૈત્રી કરાર પણ માન્ય ન રહેવો જોઇએ. તેમણે વહેલામા વહેલી તકે આ પ્રકારનો કાયદો લાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...