સિંહનો હુમલો:જાફરાબાદમાં સિંહની સારવાર દરમિયાન વનકર્મી પર હુમલો, પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનકર્મીને પગના ભાગે ઇજા પહોંચતાં તેને સારવાર માટે રાજૂલાની હોસ્પિટલમાં ખસેડાયો

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા માનવીઓ પર હુમલાની વાત કઇ નવી નથી. ત્યારે જિલ્લાના જાફરાબાદમાં સિંહની સારવાર દરમિયાન સિંહે વનકર્મી પર હુમલો કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. તો ડોક્ટરના બદલે વનકર્મી કેમ સિંહની સારવાર કરતો હતો તે સવાલ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહ સહિત વન્યપ્રાણીનો વસવાટ પણ વધી રહ્યો છે. ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સિંહની સારવાર ચાલતી હતી, તે દરમ્યાન રાજુલા રેન્જના વનકર્મી નરેશભાઈ પંડ્યા નામના વ્યક્તિ ઉપર સિંહએ હુમલો કરતા અફડા તફડી મચી હતી. વનકર્મીને પગના ભાગે ઇજા પહોંચતાં તેને સારવાર માટે રાજૂલાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, ડોક્ટરના બદલે વનકર્મી કેમ સિંહની સારવાર કરતો હતો તે સવાલ પણ લોકોમાં ગણગણાટ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...