અમરેલીમા હઠીલા હનુમાન મંદિર પાસે પાછલા ઘણા સમયથી લોકો કચરો ઠાલવે છે. અહી પાલિકાએ મનાઇ ફરમાવી હોવા છતા કચરાના ઢગ ખડકાયેલા રહે છે. ત્યારે અહીના ટ્રાન્સફોર્મર હેઠળ જ આગ ભભુકી ઉઠતા પાલિકાનુ ફાયર ફાઇટર દોડી ગયુ હતુ અને આગ કાબુમા લીધી હતી.
શાકમાર્કેટ રોડ પર આવેલ હઠીલા હનુમાન મંદિર સામે જ ઘણા સમયથી કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે અહી અચાનક આગ ભભુકી ઉઠી હતી. અહી આવેલ વિજ ટ્રાન્સફોર્મર હેઠળ જ આગ ભભુકી ઉઠતા પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામા આવી હતી. જેને પગલે ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાનીમા સ્ટાફના પ્રવિણભાઇ ચૌહાણ, સાગરભાઇ પુરોહિત, જગદીશ ભુરીયા, અરૂણ વાઘેલા વિગેરે ફાયર ફાઇટર સાથે અહી દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે આ માર્ગ પર આયુર્વેદિક હોસ્પિટલની દિવાલ પાસે જ લોકો કચરો ઠાલવે છે. પાલિકાએ મનાઇ ફરમાવી હોવા છતા અહી કચરાના ઢગ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.