બર્નિંગ ટ્રક:સાવરકુંડલાના અમરેલી રોડ પર ચાલુ ટ્રકમાં આગ ફાટી નીકળી, ડ્રાઈવરનો આબાદ બચાવ

અમરેલી10 મહિનો પહેલા
  • બે કલાક સુધી આગ કાબૂમાં ન આવતા વાહન વ્યવહાર બંધ થયો હતો

અમરેલીના સાવરકુંડલામાં આજે એક ચાલુ ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ટ્રક ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે કલાકે આગ પર કાબૂ આવ્યો હતો.

સાવરકુંડલાના અમરેલી રોડ પરથી આજે બપોરના સમયે એક પંજાબ પાસિંગની એક ખાલી ટ્રક પસાર થઈ રહી હતી. ચાલુ ટ્રકમાં જ કોઈ કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ડ્રાઈવર સમય સૂચકતા વાપરી ટ્રક નીચે ઉતરવામાં સફળ રહેતા બચાવ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ટ્રક સાવરકુંડલાના એક વેપારીનો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...