તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:લાઠીના આસોદર ગામના બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઇ, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ બુજાવી

અમરેલી10 દિવસ પહેલા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ગામના કાચા મકાનમાં આગ લાગી હતા. જ્યારે ઘરના પરિવારજનો મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા. તેમજ અચાનક ઘરમાં આગ લાગતા આસપાસ રહેતા લોકોમાં અફડા તફડીનો માહોલ થયો હતો.

કાળઝાળ ગરમી અને ઉનાળાના આકરા તાપમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. સૌથી વધુ આગની ઘટના ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. આજે અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકાના આસોદર ગામના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ગામમાં કાચુ મકાન હતુ અને ઘરના પરિવારજનો મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા. આજે અચાનક ઘરમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ થયો હતો. જેમાં આસપાસના લોકો દ્વારા આગ કંટ્રોલમાં લેવા માટે સતત પાણીનો મારો રાખ્યો હતો. અને મોટાભાગના લોકો આગને બુજવવા માટે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા રહેણાંક મકાનમાં લોખંડના ડબ્બા રાખેલા રૂપિયા પણ બળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો