તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માેકડ્રીલ:અમરેલી સિવીલ હાેસ્પિટલમાં અાગ ભભૂકી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે ફાયર ફાઇટરે ઘટના સ્થળે દાેડી જઇ અાગ પર કાબુ મેળવ્યાે : માેકડ્રીલ હાેઇ લાેકાેઅે રાહતનાે શ્વાસ લીધાે

અમરેલી શાંતાબા જનરલ મેડિકલ કાેલેજમા અાજે સાંજના સુમારે અાગ ભભુકી ઉઠી હતી. જેને પગલે પાલિકાના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે દાેડી ગયા હતા અને અાગ પર કાબુ મેળવ્યાે હતાે. સ્ટાેર રૂમમા લાગેલી અાગમા બે કર્મચારીઅાે બેભાન થઇ જતા સારવાર માટે ટ્રાેમા સેન્ટરમા ખસેડાયા હતા. જાે કે અાખરે તંત્રની સજાગતાની માેકડ્રીલ હાેવાનુ જણાવાયું હતુ.

સાંજના સાડા ચારેક વાગ્યે ફાયર સ્ટેશનમા કાેલ અાવ્યાે હતાે કે અહીની શાંતાબા જનરલ હાેસ્પિટલના સ્ટાેર રૂમ પાસે અાગ લાગી છે. જેને પગલે ચીફ અાેફિસર અેલ.જી.હુણ, ફાયર અધિકારી દેસાઇ, ડી.કે.રીબડીયા, મુન્નાભાઇ શિયાણી, કાંબલી સહિત સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દાેડી ગયા હતા. અાગથી ધુમાડાના ગાેટેગાેટા નીકળતા હતા. અહી સીટી પાેલીસ મથકનાે સ્ટાફ તેમજ અેઅેસપી સાેની સહિત અધિકારીઅાે પણ દાેડી અાવ્યા હતા.

ફાયર ફાઇટરે તાબડતાેબ અાગ પર કાબુ મેળવી લીધાે હતાે. અને બેભાન થયેલા બે કર્મીઅાેને ટ્રાેમા સેન્ટરમા સારવાર માટે ખસેડયા હતા. અહી હાેસ્પિટલના પિન્ટુભાઇ ધાનાણી સહિત સ્ટાફ પણ દાેડી અાવ્યાે હતાે. જાે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અા માેકડ્રીલ હાેવાનુ જણાવાતા તમામે રાહતનાે શ્વાસ લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો