તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઈ- મેમો આપી 19 વાહન ચાલકો પાસેથી 75 હજારનો દંડ વસુલાયો

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકીદારોને દંડ ભરપાઈ કરવા એસપીની તાકીદ

અમરેલીમાં રાજય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા વિસ્તારમાં 214 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. જેના મારફત અમરેલીમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ- મેમો ફટકારવામાં આવે છે. અમરેલીમાં સીસીટીવી કમાંડ કંટ્રોલરૂમના માધ્યમથી હજારોની સંખ્યામાં વાહન ચાલકોને ઈ – ચલણ પાઠવવામાં આવ્યું હતું. પણ વાહન ચાલકો આ મેમાને ગરણકારતા ન હતા.

અને દંડની રકમ ભરપાઈ કરતા ન હતા. ત્યારે અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસે આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે એક સપ્તાહમાં ઈ ચલણની રકમ ન ભરનાર 19 વાહન માલિક પાસેથી 75 હજારનો દંડ વસુલ્યો હતો. હજુ પણ ઈ -મેમાની રકમ દંડ નહી ભરનાર વાહન ચાલકોને પોલીસે દંડ ભરપાઈ કરવા તાકીદ કરી હતી. અન્યતા વાહન ચાલક સામે ગુનો નોંધવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...