ઓર્ગેનિક ખેતી:રાજુલાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી કરે છે ખેતી

અમરેલી19 દિવસ પહેલા
  • વર્ષ 2016માં તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખેડૂતને એવોડ મળ્યો હતો
  • બાજરી, કેળા, આંબા સહિતના પાકોની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી રહ્યા છે

ઓર્ગેનિક ખેતી કરવાથી ઘણા અંશે ફાયદો થાય છે ત્યારે ઓર્ગેનિક ખેતી સફળતા પૂર્વક કરનારા ખેડૂતોને રાજ્ય સરકાર એવોડ પણ આપે છે. અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયા છેલ્લા 10 વર્ષથી પોતાની 10 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. કેળા, આંબા, ઘઉં,બાજરો સહિતના પાકોની ખેતી તેઓ ઓર્ગેનીક પદ્ધતિથી કરી રહ્યા છે.

આ ખેડૂતને વર્ષ 2016માં તાત્કાલીન મુખ્યમંત્રી આનંદનીબેન પટેલના હસ્તે રાજય કક્ષાનો ઓર્ગેનિક ખેતી પાક માટેનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઓર્ગેનિક ખેતીના કારણે ઉત્પાદન વધુ મળે છે. રાસાયણિક ખેતી પાકથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે. જ્યારે ઓર્ગેનિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી.

ખેડૂત રમેશ વસોયાએ જણાવ્યું હતું કે, જૂની પરંપરા મુજબ દેશી ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. દેશી ખાતરનો ઉપયોગ કરવાથી જમીન સારી રહે છે અને પાકનો ઉછેર પણ સારો થાય છે. દેશી ખાતરમાં કુદરતી તત્વો હોય છે. જેથી ઉત્પાદન સારૂ મળે છે. અંતમાં ખેડૂતે જણાવ્યું કે, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનું સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે, જેને લઈ હું સરકારનો આભાર માનું છું. આ સમગ્ર વિસ્તારમાં હવે ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તાજેતરમાં રાજ્યપાલ દ્વારા પણ ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોની અનેક શિબિર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...